Wednesday, May 15, 2024
HomeGujaratCentral Gujaratસુંદરગઢ ગામે વીજળી પડતા 5 બકરાના મોત, સરકારે માલધારીને ચૂકવી સહાય

સુંદરગઢ ગામે વીજળી પડતા 5 બકરાના મોત, સરકારે માલધારીને ચૂકવી સહાય

મગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને હળવદ તાલુકાના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો સાથે જ વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જેમાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે વીજળી પડતા માલધારીના 5 બકરાઓના મોત નીપજ્યા હતા. જોકે સંવેદનશીલ સરકારે તાત્કાલિક માલધારીને સહાય ચૂકવી છે.
હળવદ તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદની સાથે આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. જેમાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે માલધારી ભાણાભાઈ લખમણભાઈના ત્યાં વીજળી પડતા 5 બકરાના મોત થતા માલધારી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. જોકે ઘટનાને પગલે સરપંચ સહિત ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે આવી ઘટનાઓમાં સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવતા હોય છે અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે સુંદરગઢ ગામે વીજળી પડવાથી માલધારીના 5 બકરાના મોત થયા હતા. જેમાં સરકારે તાત્કાલિક ધોરણે કુલ રૂપિયા 20 હજારની માલધારીને સહાય ચૂકવવામાં આવી છે. હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન મનસુખભાઈ કણઝરીયા અને સુંદરગઢ સરપંચ મકનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW