મોરબીના યુવક નીલેશ કિશોરભાઈ દલસાણીયાની પગાર આપવા મુદે ઢોર માર મારવાની ઘટનામાં ફરાર આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ હિતેન્દ્ર ભાઈ સીતાપરા રાજ અજયભાઈ પડાસણા ફરાર થઇ ગયા હતા આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દેતા તેની ધરપકડ થાય તેવી શક્યતા વચ્ચે આજે સવારે આ તમામ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા આંખો દિવસ તમામ આરોપીઓની તપાસ કર્યા બાદ સાંજે તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી આ અંગે ડીવાય એસપી પી.એ.ઝાલા એ જણાવ્યું હતું કે
એટ્રોસિટી મુજબ ફરિયાદ નોધાઇ હતી જેના આધારે તેઓએ આ તપાસ હાથ ધરી હતી અને એક આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપ કળોતરાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે આજે વિભૂતિ પટેલ અને ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા અને રાજ અજયભાઈ પડાસણાની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વધુ પૂછ પરછ માટે આરોપીઓનો કબજો મેળવવા આવતીકાલે કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સામેલ છે તે અને હાલ ક્યાં ક્યાં આરોપીઓ છે તે અંગે તપાસ ચાલી રહી છે