મોરબીસહીત દેશભરમાં ચર્ચિત દલિત યુવકને પગાર મુદે ઢોર મારમારવાની ઘટનામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત 6 આરોપી સામે નામજોગ અઅને બાકીના અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી જેમાં તમામ આરોપીઓ નાસતા ફરતા હતા ગઈ કાલે તમામ આરોપીની જામીન અરજી ના મંજુર થયા બાદ હવે આરોપીઓ ધરપકડ થવાની શરૂઆત થવા લાગી છે. પોલીસે આ કેસમાં ડી.ડી રબારી નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે બીજા તમામ આરોપીઓ ફરાર છે જેને ઝડપી લેવા પોલિસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે