મોરબી નવલખી હાઇવે પર ગત મંગળવારે રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં વવાણીયા ગામનું દંપતિ અને તેના ત્રણ બાળકો બાઈક લઈને પીપડિયાંચાર રસ્તા થી ઘર તરફ જતા હતા તે વખતે પુર ઝડપે આવેલા ટ્રક જેવા અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અક્સ્માત એટલો ગંભીર હતો કે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે કલ્પેશ કુશવાહા ૫ વર્ષીય પુત્રી પરી પુત્ર શુભમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે લક્ષ્મીબેન અને પુત્રી ખુશી ને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યાં હતા. ત્રણ દિવસ સારવાર બાદ તેના વર્ષીય ખુશીએ પણ ગઈ કાલે દમ તોડી દીધો હતો જ્યારે લક્ષ્મીબેન હજુ જીવન મરણ વચ્ચે ઝુલી રહ્યા છે
બનાવમાં ૪ દિવસ જેટલો સમય વિતી જવા છતાં હજુ સુધી પોલીસ આરોપીઓને પકડવા તો દૂર ક્યા વાહનથી ઠોકર લાગી અને આં ગરીબ પરિવારનો માંળો વિખાય ગયો તે જાણી શકી નથી. કોઈ વગદાર કે માલદાર વ્યક્તિની નાની કોઈ સામાન્ય ઠોકર વાગી હોય તો તેવા આરોપોને ઝડપી લેવા દિવસ રાત એક કરતી પોલીસ શ્રમિક પરિવારના ૪ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છતાં તેના સુધી પહોંચી શક્યા નથી.
સામાન્ય ઘટનાંમાં સીસીટીવી કેમેરાથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ થી ચોરીના ભેદ ઉકેલવાના દાવા કરતી પોલીસ ૪ નિર્દોષ ને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિને પોકડી કેમ નથી શકતી તે મોટો સવાલ છે.શું અક્સ્માત સર્જનાર કોઈ મોટું માથું તો નથીને જેને બચવવાના પ્રયાસ થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.