મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદાની ત્રણ કેનાલ પસાર થઇ રહી છે. જેમાંથી હળવદ મોરબી અને માળિયા મિયાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે હાલ જીલ્લામાં રવી પાકના વાવેતરનો સમય હોય હોય અને
ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે. હાલ કેનાલમાં પાણી છોડવાની જરૂરિયાત હોય સમયસર શિયાળુ પાકનું વાવેતર થાય તો સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાકને નુકશાન થવાની શક્યતા છે.
હાલ માં ઉપર મુજબ ની એક પણ બ્રાન્ચ માં ખેડૂતો ને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે. ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્ન નો કોઈ કાયમી નિકાલ થતો નથી. ખેડૂતો મોંઘા ભાવ ના બિયારણ , લાઈન માં ઉભા રહીને મેળવેલું ખાતર નો ખર્ચ કરે છે. પણ પાણી ના મળવાથી લાચાર થઇ બેસી રહ્યો છે. એક તરફ હળવદમાં ખેડૂતો પાણી મુદે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તો મોરબી માળિયા મિયાણા તાલુકાના ખેડૂતો પણ પાણીની માંગણી કરી રહ્યા છે સમયસર પાણી ન આવતા ખેડૂતો પણ રોષે ભરાયા છે ત્યારે આ મુદે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ મુખ્ય મંત્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે જો ત્રણેય કેનાલમાં વહેલી તકે પાણી આપવામાં આવે નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી