મોરબીના બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા વાર્ષિક સમારંભ ,સ્નેહમિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનને ધ્યાને લઇ બગથળા સોશ્યલ ગ્રુપ મોરબી નાં તમામ સભ્યોને વર્ષે પણ તેજસ્વી તારલાને સન્માન માટે પોતાના બાળકોની શૈક્ષણિક વર્ષ 2022 -23ની માર્કશીટની ઝેરોક્ષ કોપી દર વર્ષે નક્કી કરાયેલ કલેક્શન સેન્ટરમાં તાં 5 ડીસેમ્બર સુધીમા મોકલી આપવા વિનતી કરવામાં આવી છે આ ઉપરાંત કાર્યક્રમમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમા જે બાળકો ભાગ લેવાનો હોય તેના નામ અને જરૂરી મહિતી સાથેની વિગત ધરતીબેન બરસરાને તેમના મોબાઈલ નંબર 9825941704 માં સંપર્ક કરીને પહોચાડવાની રહેશે ..મોરબીમાં ઘણા બધા ગામનાં સોશ્યલ ગ્રૂપ છે પણ આં ગ્રુપ બગથળા ગામનાં તમામ જ્ઞાતિનાં ભેગા મળી ને આં ગ્રુપની રચના ૨૭ વર્ષ પહેલાં કરેલ છે.