HomeGujaratમોરબીના રવી કૃષિ મહોત્સવનો ફિયાસ્કો, યાર્ડમાં કાર્યક્રમ કર્યો છતાં ખુરશીઓ ખાલી રહી

મોરબીના રવી કૃષિ મહોત્સવનો ફિયાસ્કો, યાર્ડમાં કાર્યક્રમ કર્યો છતાં ખુરશીઓ ખાલી રહી

એક તરફ રવી સીઝન શરુ થઇ જતા ખેડૂતો વાવણી કામગીરીમાં જોડાઈ ગયા છે જેના કારણે મોટા ભાગના ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત હોય આવા સમયે મોરબી જીલ્લામાં તંત્ર દ્વારા રવી કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ રવી કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે મોરબી તાલુકાનો કાર્યક્રમ શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યો હતો જોકે આ કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી.

જેના કારણે મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી તો તંત્ર દ્વારા ખેડૂતોનની જાણકારી માટે લગાવવામાં આવેલા સ્ટોલ પણ ખાલી ખમ જોવા મળ્યા હતા.ખેડૂતોની ગેર હાજરી સિંચાઈ મુદે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે ખેડૂતોની પાંખી હાજરી જાણે સરકારના આ તાયફામાં જાણે રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી હાલ રવી સીઝનની વાવણીની કામગીરી ચાલતી હોય જેથી ખેડૂતો વાવેતર કામગીરીમાં વ્યસ્ત થઇ જતા કૃષિ મહોત્સવના પ્રાંરભે જ ફિયાસ્કો જેવી સ્થિતિ સર્જાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW