વાંકાનેર શહેરના જીનપરામાં રહેતા યુવાનની પત્ની રીસામણે જતી રહેતા તેને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તબિયત વધુ લથડતા રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયતમાં સુધારો થયો હોવાનું સામે આવ્યું હતું
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરામાં રહેતા પીપરમેન્ટ બિસ્કિટની ફેરી કરતા અભીજીતભાઇ હસમુખભાઇ ભીંડોરા નામના 38 વર્ષના યુવાનના લગ્ન દીપ્તિ બેન સાથે થયા હતા લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થતા દીપ્તિ બેન તેના પિયરમાં રીસામણે આવી ગયા હતા અને અવાર નવાર સમજાવટ કરવા છતાં પરત આવી ન હોય તેમજ જેથી આ બબાતે લાગી આવતા અભિજિત ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ તબિયતમાં સુધારો થયો હોવાનું સામે આવતા પોલીસ દ્વાર જાણવા જોગ નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે