રાજ્યના મુખ્ય મેટ્રો શહેરથી લઇ પાલિકા અને ગ્રામ્ય વિસ્તાર પાસેથી પસાર થતા હાઈવે પર રખડતા ઢોરના કારણે અક્સમાતની ઘટનાઓ ઘટતી રહે છે અગાઉ અનેક વખત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આં બાબતે એક્શન લેવા કડક આદેશો આપ્યા હતા જે બાદ સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને અંકુશમાં રાખવા પગલા લેવા માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં શહેરી વિસ્તારમાં રહેતા અને પશુ પાલનનો વ્યવસાય કરતા પશુપાલકોની નોધણી કરવા વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો.આ ઉપરાંત માલિકી ન હોય તેવા રખડતા ઢોરને પકડી શહેર બહાર વ્યસ્થા કરવા સુચના આપવામાં આવી હતી જોકે મોરબી પાલિકા વિસ્તારમાં સરકારનો કોઈ આદેશ લાગુ પડતો ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે માત્ર મોરબી જ નહિ વાંકાનેર હળવદ સહિતના નગરપાલિકા વિસ્તારમાં પણ સ્થિતિ બદતર છે આજની સ્થિતિએ રસ્તા પર રખડતી ગાય અને આખલા અડીંગો જમાવીને બેઠા રહે છે જેના કારણે શહેરીજ્નોની હાલત કફોડી બની છે
મોરબીમાં મોટા ભાગના વિસ્તારમાં ગાય અને આખલા અડીંગો જમાવીને બેઠા રહે છે તો શાકમાર્કેટ વિસ્તાર તો જાણે ઢોરવાડો હોય તેમ આંખો દિવસ ત્યાં રખડતા આખલા પડ્યા પાર્થયા રહે છે અને ખરીદી કરવા આવતા લોકોને ઢીકે ચઢાવે છેપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાના નામે માત્ર ડીંડક જ કર્યું હોય તેમ કેટલાક વિસ્તારમાંથી આંગળીના વેઢે ગણી શકાય રખડતા ઢોર ઉપાડી સંતોષ માની લીધો હતો જેના કારણે શહેરમાં સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે
આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને પણ તેના પાલતું પશુની નોધણી કરવા સુચના આપવા છતાં આજદિન સુધી નોધણી માટે કોઈ ચોક્કસ ગાઇડ લાઈન બહાર પાડવામાં નથી આવી જેના કારણે શહેરના ક્યાં વિસ્તારમાં કેટલા પાલતું પશુ છે તેને સાચવવા કોઈ વ્યવસ્થા છે કે નહી તે અંગેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી જો આવી સ્થિતિ રહેશે તો મોરબી શહેરના માર્ગો અને બજાર ઢોરવાળો બનતા વાર નહી લાગે