રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૯ વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ભવાનભાઇ મદ્રેસાણીયા નામના 54 વર્ષીય આધેડ ગત 6 નવેમ્બર ના રોજ વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રોડની સામે જડેશ્વર રોડ પર પોતાના હવાલાવાળુ એકટીવા લઈને અચાનક એકટીવા સામે ખુટીયો આડો ઉતરતા એકટીવા પરથી કાબુ ગુમાવી દેતા રોડ ઉપર પડી જતા માથાના ભાગે ઈજા પહોચતા પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા જોકે તેની સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું હતું.

