મોરબીનાં શનાળા ગામમાં આવેલા ઇન્દિરા આવાસ વિસ્તારમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકીને તેના વિસ્તારમાં રહેતા મહિપત ઊર્ફે ભૂરો વાઘેલા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈ ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી આરોપીઓએ કાવતરું ઘડી એક સંપ કરી ગે.કા. મંડળી રચી પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી હુમલો કરી દીધો હતો અને ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદી ને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા તથા સાહેદ દેવુબેન બાબુભાઇ સોલંકીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી તથા નિતીન મહેશભાઇ સોલંકી ને જમણા હાથમાં તથા ડાબા પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ રાહુલ મહેશભાઇ સોલંકી ને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ઈજા પહોંચાડી હતી.રાહુલને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ અંગે પોલીસે અગાઉ આં ઘટનામાં ૯ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.હવે આં ઘટનામાં હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી