હળવદ શહેરની જીઆઇડીસી પાછળના વિસ્તારમાં આવેલા વોકળામાથી બે દિવસ પહેલા યુવાનની લાશ મળી હતી જેમાં યુવાનની હત્યા થઈ હોવાની આશંકાઓ બાદ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે પોલીસે ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો અને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ બે દિવસ પુર્વે હળવદ જીઆઈડીસી પાછળ વોકળામાથી યુવાનની લાશ મળી હતી જેમાં મૃતક અજિત ઉર્ફે અજિયો દેવસીભાઈ સિરોયા નામનો યુવાન તા.૧૫ના રોજ ઘેરથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યા બાદ બે દિવસ પૂર્વે કેનાલના વોકળામાંથી અજિત ઉર્ફે અજિયાની લાશ મળી આવતા પોલીસને હત્યાની શંકા જતા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમા પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરતા હત્યાના આ બનાવ પૂર્વે ઘટનાના સાહેદ સંજય ચંદુભાઈ કોળીના કાકાની વાડીએ મૃતક અજિત સહિતના લોકોએ મચ્છી ખાવાની પાર્ટી કરી હતી જેમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડ અને મૃતક અજિત ઉર્ફે અજિયાને બોલાચાલી થઈ હોવાનું અને અજિત કેનાલ કાંઠે સૂતો હતો ત્યારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશને કેનાલના વોકળામાં ફેંકી મોબાઈલ ફોન પણ ગુમ કરી દીધો હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે મૃતક અજિતના ભાઈ અશોકભાઈ દેવસીભાઈ સિરોયાની ફરિયાદને આધારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડ રહે.કોયબા વાડી વિસ્તાર વાળા વિરુદ્ધ હત્યા કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.