દિવાળી પર્વ દરમિયાન રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં મોટા પાયે ઉછાળો નોધાયો હતો ખાસ કરીને ડ્રાઈવરની બેદરકારીના કારણે તેમાં વધી રહી છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પીડ હોય કે અન્ય પરંતુ અવાર નવાર રોડ અકસ્માતમાં નિર્દોષ લોકોના મૃત્યુ થતાં હોય છે. સતત વધી રહેલા અક્સ્માત વચ્ચે રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની દુર્ઘટના ઘટી હતી
મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે ગોધરા-દાહોદ હાઇવે પરથી પસાર થતી એક બસએ બીજી એક બસે ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર મુસાફરોમાંથી 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે એક અમદાવાદથી ઇન્દોર જતી હતી. પરંતુ બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરાઈ રહી હતી. તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી.