Advertisement
Advertisement
સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સંત શ્રી જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ત્યારે મોરબીમાં પણ સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૨ઃ૩૦ કલાકે શહેરના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના જુના બસસ્ટેશન-નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રવાપર રોડ- બાપા સિતારામ ચોક- નવુ બસ સ્ટેશન- શનાળા રોડ- રામ ચોક- સાવસર પ્લોટ મેઈન રોડ- દશાશ્રી માળી વણિક જ્ઞાતીની વાડી સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે ફરી હતી .
ઠેર ઠેર લોહાણા સમાજની સાથે સાથે હિન્દુ ધર્મસાથે જોડાયેલા સંગઠન અને જ્ઞાતિ આગેવાનોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂ.બાપા નું પૂજન કરવામાં આવ્યું હતું, તો બાપા સિતારામ ચોક ખાતે સંજયભાઈ જમનાદાસભાઈ ભોજાણી પરિવાર તથા ધવલભાઈ સવજીભાઈ રાજા પરિવાર દ્વારા મહાઆરતી પણ કરાઈ હતી તો રામચોક ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેક કટીંગ યોજવામાં આવ્યું હતું. મોરબી શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ રામચોક, રવાપર રોડ ખાતે આતશબાજી પણ કરવામાં આવી હતી આ વખતે શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા સહિતના આયોજનોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું
તો જલારામ મંદિર ખાતે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું મોરબીમાં જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર વર્ષે વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે
Advertisement
Advertisement