મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે.
મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર માટે ૧૦૬ અને આંગણવાડી તેડાગર માટે ૧૮૪ જગ્યા ખાલી છે.આ ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારોએ તા.૩૦/૧૧/૨૦૨૩ https://e-hrms.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. કાર્યકર માટેની લઘુતમ લાયકાત ધોરણ ૧૨ પાસ અને તેડાગર માટે લઘુત્તમ લાયકાત ધોરણ ૧૦ પાસ તેમજ ઉમેદવાર જે-તે વિસ્તાર/ગામમાં એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવી અનિવાર્ય છે. ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી https://e-hrms.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર ૦૨૮૨૨-૨૯૯૧૨૦ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું