રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ સૂત્ર થકી બાળકીઓને જન્મ આપવા અને તેનેશિક્ષણ આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા કન્યા કેળવણીને લગતી યોજના ચલાવવામાં આવી રહી છે જેની ધીમે ધીમે અસર દેખાઈ રહી છે. ત્યારે મોરબીના એક દંપતિ આજથી વર્ષો પહેલા કન્યા કેળવણી નું મહત્વ સમજીતેમની ચારેય દીકરી ને શિક્ષિત કરી હતી તેમજ તેમને સરકારી નોકરી મેળવવા તમામ પ્રયાસ કર્યા હતા અને તેમને આર્થિક રીતે પગભર કરી હતી
ટંકારા ગામના વતની એવા કાંતિલાલ પ્રાણજીવનભાઈ નિમાવતે વર્ષો પહેલા જ સ્ત્રી કેળવણીનું મહત્વ સમજી તેમની એક બે નહિ પણ ચારેય દીકરીને શિક્ષિત બનાવી તેને આર્થીક રીત પગભર બનાવવાનું બીડું ઝડપ્યું હતું આર્થિક રીતે સક્ષમ ન હોવા છતાં કાન્તિલાલભાઈ એ સિલાઈ કામ કરી તેમના દીકરીઓના ભણતર પાછળ ખર્ચ કર્યો તેમના પત્ની કોકિલાબેને પણ તેમનો સહયોગ આપ્યો અને આર્થીક સકડામણ ભોગવી દીકરીઓને શિક્ષિત કરી આજની સ્થિતિએ તેમની ચારેય દીકરીઓએ પણ મહેનત કરી સરકારી નોકરી મેળવી હતી આજના દિવસે કાન્તિલાલભાઈની સૌથી મોટી વર્ષાબેન રાજકોટમાં પીજીવીસીએલમાં જુનીઅર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તો તેના બીજા દીકરી રાજકોટ ખાતેની પોસ્ટ વિભાગમાં પોસ્ટલ આસીસ્ટન્ટ, ત્રીજી દીકરી શીતલબેન વાંકાનેરની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તો અન્ય એક દીકરી વલ્લભ વિદ્યાનગર ખાતેની કેન્દ્રિય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે
પિતાએ તેમની ચારેય દીકરી પાછળ કરેલી તેમની દીકરીઓએ સાર્થક કરી છે કાન્તિલાલભાઈ સમાજની અન્ય દીકરીઓ પણ અભ્યાસ તરફ અગળ વધે તેવા પ્રયાસ કરી રહ્યા છે અને તેઓએ આં કામગીરીના ભાગરૂપે ગામમાં કન્યા કેળવણી સંકુલ નિર્માણ માટે ફંડ આપી રહ્યા છે અને રવાપર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં મુખ્ય યજમાન બન્યા છે સાથે સાથે સમાજના લોકોને પણ શૈક્ષણિક સંકુલ બનાવવા જરૂરી મદદ કરવા અપીલ કરી રહ્યા છે