નવરાત્રીના પ્રથમ નોરતા, દશેરા,દિવાળી અને બાદમાં નવા વર્ષમાં નવા વાહનોની ખરીદી કરી હતી.બાદમાં દીવાળીનું મીની વેકેશન પડી જતાં મોટાં મોટાં ભાગની બજાર બંધ થઈ ગઈ હતી. હવે દીવાળીના વેકેશન માણ્યા બાદ ફરી બજાર રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે દિવાળી પર્વમાં જેમને વાહન ખરીદવું હતુ પરંતું કોઈ કારણસર ખરીદી ન કરી શક્યા હોય તેવા લોકોએ લાભ પાંચમના શુભ મુહુર્તના દિવસે પણ વાહનોની ખરીદી કરવા પહોંચી ગયા હતા અને મોરબી જિલ્લામાં અલગ અલગ કંપનીના ટુ વ્હીલર,ફોર વ્હીલર અને અન્ય વાહનોના શો રૂમમાં લોકો એ તેમના વાહનની ખરીદી કરી હતી.
મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ૨૨૧ જેટલા ટુ વ્હીલર, અને૯ કારની ખરીદી થઈ હતી આં ઉપરાંત ૩૨ જેટલાં અન્ય નાના મોટા વાહનોની ખરીદી કરવામાં આવી હતી.