વાંકાનેર – મોરબી હાઇવે પર જાંબુડિયા ગામ નજીક નવી આરટીઓ કચેરી પાસેથી મોરબી એલસીબી ટીમે બોલેરો કારમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાની ફીરાકમાં નીકેડેલા બનાસકાંઠા જિલ્લાના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ. 1.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતોં બાદમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ [પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કેવાંકાનેર – મોરબી હાઇવે પર જાંબુડિયા ગામ નજીક નવી આરટીઓ કચેરી પાસેથી મોરબી એલસીબી ટીમે બોલેરો કારમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાની ફીરાકમાં હોય આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતીએ અને નવી આરટીઓ કચેરી સામેથી વિદેશી દારૂની હેરફેર કરતા બનાસકાઠા જિલ્લાના રામપુરાના વતની દસરથભાઈ હરકનભાઈ રબારી નામના બોલેરો ચાલકને ઝડપી લીધો હતો અને તેની પાસેથી બોલેરો કારના ચોરખાનામાંથી એલસીબીની ટીમે અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 172 બોટલ કિંમત રૂપિયા 1,26, 160 તેમજ રૂપિયા 5 લાખની બોલેરો ગાડી કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી