જામનગર ખંભાળિયા હાઇવે ઉપર ચાલીને દ્વારકા જતાં મોરબીના પદયાત્રીઓને બેસતા વર્ષની સવારે છ વાગ્યાના અરસામાં મહેસાણા પાસિંગની જીજે૦૨ ડી એમ ૫૯૧૮ નંબર ની એક કારના ચાલકે હડફેટ લેતા ત્રણ પદયાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતાં.જ્યારે ઘાયલ થયેલા એક વ્યકિતની હાલત હજુ ગંભીર માનવામાં આવે છે જોકે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી નાસી છૂટેલા આરોપીની કાર કબજે લઈ અને કારચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
મોરબી થી 20 થી 25 લોકોનું પદયાત્રીઓનું જૂથ દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રા યોજીને જઈ રહ્યું હતું આ જૂથ તારીખ 14 ની સવારે છ વાગ્યે જામનગર શહેર થી 20 થી 25 કિલોમીટર દૂર ગાગવા ગામના પાટીયા પાસે પહોંચ્યું હતું જ્યાં હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડી આવતી જીજે૦૨ડી એમ ૫૯૧૮ નંબર ની suzuki બ્રેઝા કારે પદયાત્રીઓને હડફેટે લીધા હતા અકસ્માત ના કારણે હાઇવે ચીસો થી ગુંજી ઉઠ્યો હતો અને સ્થળ પર જ મોરબીના રવાપર રોડ ઉપર મૂનહીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા અને પરેશભાઈ પ્રભુભાઈ લીખીયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે મૃતક રમેશભાઈના મામા પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરીયાને ગંભીર ઇજા પોહચતા જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બનાવ અંગે મૃતક રમેશભાઇ ના પુત્ર કેવિનએ તારીખ 16 ના રોજ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માતના બનાવ ની તપાસ પી.એસ.આઇ બી પી કોડિયાતર કરી રહ્યા છે