વાકાનેર ના આરોગ્ય નગરમાં રહેતા ગેલાભાઈ ઉર્ફે વીનાભાઈ શીવાભાઈ સાપરા નામના જમીન મકાનના દલાલી વ્યવસાય કરતા હોવાથી પોતાના ઉપયોગ માટે જીતુભા ઝાલા, લોકો પાસેથી રું ૧૭ લાખ જેટલી રકમ વ્યાજે લીધા હતા અને તેઓએ રૂ.૪૧,૭૦,૦૦૦ આપી દીધેલ તથા કૃષ્ણ સિંહ પાસેથી ફરીએ રૂ. ૧૭ લાખ લીધેલ જેની સામે ફરીને કુલ રૂપિયા ૫૫,૯૬,૦૦૦ આપી દીધેલ તથા હરેશભાઈ પાસેથી રૂ.૨૦ લાખ આપેલ તેની સામે ૬ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ.રૂ. ૨ લાખનો તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦ આપેલ તથા ગગજી જોગારણાએ કુલ રૂ.૧૨ લાખ આપેલ જેની સામે ગેલભાઇએ રૂ. ૧૯ લાખ ચુકવી આપેલ તથા વિશાલસિંહ રામદેવસિંહે વ્યાજે પેટે રૂ.૧૬,૫૦,૦૦૦આપેલ જેની સામે ફરીએ રૂ.૨૭,૬૪,૫૦૦ જેટલી રકમ ચુકવી આપેલ તેમજ નરેન્દ્ર સિંહે વ્યાજ પેટે રૂપિયા ૪ લાખ આપેલ જેની સામે ફરીએ રૂ.૫,૫૮,૦૦૦ ચુકવી આપેલ તથા વિનુભાએ રૂ.૧૭,૫૦,૦૦૦ આપેલ જેની સામે ફરીએ જમીન સહિત કુલ રૂ.૨૯,૬૯,૦૦૦ ચુકવી આપેલ હોય તેમ છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ગેલા માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ફરીયાદીની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ગેલાભાઇને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપેતો ગેલાભાઇ ને પતાવી દેવાની ધમકી આપી તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પઠાણી ઉઘરાણી કરી હતી
બનાવ અંગે ગેલભાઈએ જીતુભા નટવરસિહ ઝાલા, કૃષ્ણસિહ ઉર્ફે કાદુ મંગળસિંહ ઝાલા, હરેશ ઉર્ફે હરું લખમણદાસ કટારિયા, ગગજી હમીરભાઇ જોગારાણા,વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા,નરેન્દ્રસિંહ વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.