અંધકાર માંથી ઉજાશ તરફનો સંદેશો આપતા દિવાળી પર્વની મોરબીમાં લોકોએ જોર શોર થી ઉજવણી કરી હતી. એક તરફ લોકોએ બજારમાં મોડી રાત સુધી ખરીદી કરી હતી તો બીજી તરફ મીઠાઈ વહેચી ફટાકડા ફોડીને નવા વર્ષને આવકર્યું હતું
14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ભગવાન રામના અયોધ્યા આગમનની યાદમાં દર વર્ષે આસો સુદ અમાસ ને દિવાળી તરીકે ઉજવાય છે તો સમગ્ર ગુજરાત વિક્રમ સવંતના અંતિમ દિવસ અને નવા વર્ષને વધાવવા એમ બેવડા આનંદ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
દિવાળીના પર્વ લોકોએ હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી શહેરની બજારમાં મોડી રાત સુધી ખરીદી કરતા જોવા મળ્યા હતા. નહેરુ ગેટ ચોક ની આસપાસ બજાર,કાપડ બજાર બુટ ચપલ બજાર, ફટાકડા બજાર ,રંગ રોગાન, લાઈટ સહિતની અલગ અલગ વસ્તુઓની લોકોએ મોટા પાયે ખરીદી કરી હતી જેના કારણે બજારમાં મોડી રાત સુધી લોકોની અવર જવર જોવાં મળી હતી. આખો દિવસ અને મોડી રાત સુધી લોકોની ખરીદી માટે ભીડને કારણે બજાર અને મુખ્ય માર્ગો પર ટ્રાફીક જામ સર્જાયો હતો.
નવા વર્ષને આવકારવા નાના બાળકો થી લઈ યુવાનો મોટેરા સહિતના એ આતીશબાજી કરી હતી મોરબીમાં બે કલાકના જાહેરનામું હોવા છતાં લોકોએ આખી રાત ફટાકડા ફોડી તહેવારનો આનંદ માણ્યો હતો. તો મીઠાઈ અને ડ્રાઈ ફ્રૂટની ભેટ આપી એક બીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને આવનારા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

