HomeGujaratમોરબીના માર્ગો પર રખડતા ઢોરથી શહેરીજનો ત્રસ્ત, તંત્ર દિવાળી ઉજવણીની તૈયારીમાં મસ્ત

મોરબીના માર્ગો પર રખડતા ઢોરથી શહેરીજનો ત્રસ્ત, તંત્ર દિવાળી ઉજવણીની તૈયારીમાં મસ્ત

એક તરફ દિવાળી પર્વ નજીક હોવાથી લોકો મોટા પાયે દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે શહેરના માર્ગો પર વાહનોની અવર જવર વધી જવાના કારણે લોકો ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત થઇ ગયા છે બીજી તરફ મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી લોકો ની મુસીબત વધુ કફોડી બની રહી છે શહેરના જુના હાઉસિંગ બોર્ડ રોડ,બેઠા પુલના છેડા, શક્તિ ચોક, શનાળા રોડ મહેન્દ્ર પરા માધાપરા, રેલ્વે સ્ટેશન રોડ ,લીલાપર રોડ શાક માર્કેટ સહિતના વિસ્તાર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા રહે છે જેના કારણે તહેવાર ટાણે ટ્રાફિકજામની સમસ્યાએ વધુ અઘરૂ રૂપ લઇ લીધુ છે

બીજી તરફ મોરબી પાલિકાનું તંત્ર પણ આંધળું બહેરું થઇ ગયું હોય તેમ કશું દેખાતું નથી કે લોકો ની ફરિયાદ સંભાળતી નથી. રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રસ્ત થઇ ગયા છે પરંતુ પાલિકાના વહીવટદાર તો જાણે ઓફીસમાં બેસીને મસ્ત રહેવામાં માનતા હોય તેમ કોઈ કડક એક્શન લેવાઈ રહ્યા નથી જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW