HomeGujaratટંકારાના ખાખરા ગામે દુકાનમાંથી 20 હજારથી વધુના મુદામાલની ચોરી

ટંકારાના ખાખરા ગામે દુકાનમાંથી 20 હજારથી વધુના મુદામાલની ચોરી

ટંકારા તાલુકાના ખાખરા ગામના પાટીયે આવેલ રાજ ચામુંડા હોટેલના પતરા તોડી અંદર ઘુસી 3500 રોકડા તથા 16500થી વધુનો મુદ્દામાલ ચોર કરી લઈ ગયા હોવાનું દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે

મોડીરાત્રે કોઈપણ વખતે ટંકારા તાલુકાના ખાખરા ગામના પાટીયે આવેલ રાજ ચામુંડા હોટેલના પતરા તેમજ બારીઓ તોડી ચોર અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ પીપર, ચોકલેટ, સોપારી, દુધ વગેરે જેવી ચિજ વસ્તુઓ મળી 16500થી વધુના મુદ્દામાલની ચોરી કરી તેમજ દુકાનના થડામા પડેલ રોકડા રૂપિયા 3500 પણ કાઢી ગયા હતા. કુલ મળિ આશરે વિશ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોર નાશી ગયા હોવાનું દુકાનદાર હિરાભાઇ કેશુભાઈ રાઠોડે જણાવ્યું હતું. ત્યારે આ ઘટનાથી ટંકારા પોલીસના નાઈટ પેટ્રોલીંગ પર સવાલો ઉભા થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW