વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ ‘વોકલ ફોર લોકલ’ ના મંત્ર સાથે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી પહેલ.
રાજ્ય સરકાર દ્વારા નાના-સ્થાનિક વેપારીઓના રોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી જાહેર કરવામાં આવેલ છે ‘પરિશ્રમને અજવાળીએ’ સ્પર્ધા. તહેવારોના દિવસો દરમિયાન સ્પર્ધામાં સહભાગી બની,સ્થાનિક નાના-મધ્યમ વેપારીઓની દિવાળી દીપાવીએ
ગુજરાત સરકાર દ્વારા તા.૧થી ૨૦ નવેમ્બર સુધી “પરિશ્રમને અજવાળીએ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.સરકાર નાના-સ્થાનીક વેપારીઓના રોજગારને પ્રોત્સાહન આપશે.આ સ્પર્ધામાં તમે પણ ભાગ લઇ શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરો
સ્ટેપ ૧ : નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તેવી રીલ/ વીડિયો બનાવો (કોઈ પણ ભાષામાં)
સ્ટેપ ૨ : રીલ/ વીડિયોને સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરો
સ્ટેપ ૩ : @InfoGujarat ને ટેગ કરો
પસંદગીના ૩૩ જેટલા સ્પર્ધકોને ₹૫૦,૦૦૦ના પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે