આજના યુગમાં લોકો ઝડપથી કરોડપતિ બનવાના ચક્કરમાં ઘણા બનાવ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સો દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને સાથે બન્યો છે અંબાણીને ગત ગુરુવારે સાંજે આ મેઈલ દ્રારા ધમકી મળી હતી અને ૨૦ કરોડની માંગણી કરી હતી જો રૂપિયા ના આપ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક અજાણી વ્યક્તિએ તેમને ઇ-મેલ મોકલીને 20 કરોડ રૂપિયાની માગણી કરી છે. તેણે કહ્યું છે કે તે દેશના શ્રેષ્ઠ શૂટરો દ્વારા તેમને મારી નાખશે.

ઇ-મેલમાં લખ્યું હતું, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’. આ ઈ-મેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે આઇપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણી વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી છે આ આગાઉ પણ 15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેમના આખા પરિવારને ખતમ કરી દેવાશે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ પછી 5 ઓક્ટોબર 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણી વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલો કોલ લગભગ 1 વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે 5 વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને એન્ટિલિયા હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
10 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સાંજે 4.30 વાગ્યે સ્કૂલ લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ-બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.