મોરબીની કબીર ટેકરી શેરી નં.૧ ખાતે અંદાજીત ૫૫ વર્ષનો એક અજાણ્યા પુરુષ જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા 108 દ્રારા આધેડ ને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના ડોક્ટર દ્રારા આધેડ ને મૃત જાહેર કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી.જે મામલે પોલીસ દોડી જઈને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

