HomeGujaratમોરબીમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર સાવકા બાપને કોર્ટે ફટકારી 20...

મોરબીમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર સાવકા બાપને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિરામિક ફેકટરીમાં રહેતા એક મહિલાને તેના પતિના મિત્ર રીવરાજ રાજેન્દ્ર થરેસા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ આ મહિલા તેની બે દીકરીને લઇ તેના પ્રેમી સાથે રહેવા આવી ગઈ હતી પ્રે મી તેની સાથે મંદિરમાં લગ્ન કરી લેતા બન્ને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા જોકે આ નરાધમની આંખમાં ખોટ હોય તેમ મહિલાની આગલા ઘરની માત્ર સાડા પાંચ વર્ષની દીકરી જ નજર બગાડી હતીઅને જયારે આ મહિલા કોઈ કામથી બહાર ગઈ ત્યારે આ શખ્સે એકલતાનો લાભ લઇ 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મહિલા ઘરે આવી ત્યારે આ શખ્સ નગ્ન હાલતમાં હોય અને પેન્ટ પહેરી ધક્કો મારી ત્યાંથી નીકળી ગયો હતો બીજી તરફ 5 વર્ષની બાળકીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ હતી ઘટના બાદ મહિલાએ આરોપી રવિરાજ રાજેન્દ્ર થરેશા વિરુદ્ધ્દ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ સ્પેશ્યલ પોક્સો કેસમાં ટ્રાન્સફર થઇ ગયા હતા જયા કેસની ટ્રાયલ ચાલી હતી જેમાં સરકારી વકીલ નીરજ કારિયા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને કેસના લગતા સાક્ષીઓને તપાસ્યા હતા કેસમાં વકીલ દ્વારા 13 મૌખિકપુરાવા અને 37 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા

કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળી તેમજ કેસના સબંધિત પુરાવા તપાસી આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો અને આઈપીસી કલમ 376 (2) એફ જે એલ, 376 (2) તેમજ પોક્સો એક્ટ ની કલમ 4 અને 5 મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી સાથે સાથે રૂ 20 હજારનો દંડ ફટકાર્યો હતો જો આરોપી દંડ ન ભરે તો વધુ 6 મહિના સખ્ત કેદની સજા ફટકારી હતી

આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર વળતર માટેની યોજના 2019 મુજબ 4 લાખનું વળતર તેમજ આરોપી જો દંડ ભરે તો 20 હજાર ચુકવવા સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજે હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW