HomeGujaratસિરામિક ફેક્ટરીના નામનું બોગસ ઈમેઈલ બનાવી ગઠિયાએ રૂ 71.45 લાખની છેતરપીંડી આચરી

સિરામિક ફેક્ટરીના નામનું બોગસ ઈમેઈલ બનાવી ગઠિયાએ રૂ 71.45 લાખની છેતરપીંડી આચરી

મોરબીના અવની ચોકડી વિસ્તારમાં રહેતા અને સીરામિક ફેક્ટરી સાથે જોડાયેલ દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા નામના ઉધોગકારની વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલી બોન્ઝા વિટ્રીફાઈડમાં ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગ કરી વિદેશમાં એકસપોર્ટનો ધંધો કરતા હોય જેથી એકસપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ કુપન મળતા હોય જે સરકાર તરફથી મળેલ રૂ 71,45,616 ની કિમતના 29 લાયસન્સ કુપન બોન્ઝા વિટ્રીફાઈડ નામની ફેકટરીના નામે જમા થયેલ હોય જે કોઇ અજાણ્યા માણસે ફરીયાદીની કંપનીની જાણ બહાર ફરીયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનુ bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલ રૂ 71.45 લાખની કિમતના 29 લાયસન્સ કુપન પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ દેવેન્દ્ર ભાઈની કંપની સાથે રૂા. 71,45,616 ની ઠગાઇ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW