મોરબીના લીલાપર રોડ પર આવેલા ત્રિદેવ નગરમાં રહેતા અરજણ પાલાભાઈ રાઠોડ નામના વૃદ્ધના દીકરા અમૃતભાઈ રવી વાલાભાઈ ખાંભલા સામે પોલીસ કેસ કર્યો હતો જે બાદ આં કેસ પાછો લેવાનું કહી ધાકધમકી આપી હતી અને તેનો ખાર રાખી ગઈકાલે સાંજના સમયે અરજણ ભાઈ તેનુ જીજે૩૬ એચ ૧૮૦૮ બાઈક લઈને જતો હતો તે દરમીયાન રવી અને બે અજાણ્યા શખ્સ કાર લઈને ધસી આવ્યા હતા સ્વીફટ કાર ભટકાળી ને મો.સા.સહીત પાડી દઇ ત્રણેય આરોપી સ્વીફટ કારમાંથી લાકડાના ધોકા સાથે ઉતરી આડેધડ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને અરજણભાઇ ના શર્ટના ખિસ્સામાંથી રૂા.૫૦૦/- ની લુટ કરી ફરાર થઈ ગયા હતા
બનાવ અંગે વૃધ્ધે ત્રણેયે આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથક ફરીયાદ નોંધાવી હતી જેના. આધારે પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

