HomeGujaratસ્વ.ઓ.આર.પટેલની ૧૧મી પુણ્યતિથિએ માસુમ ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ ડોનેશન,ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ કરશે

સ્વ.ઓ.આર.પટેલની ૧૧મી પુણ્યતિથિએ માસુમ ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ ડોનેશન,ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ કરશે

સ્ત્રી કેળવણી અને ઔધોગિક ક્ષેત્રમાં ક્ષમતા મુજબ કામગીરી આપી સ્ત્રીને આત્મનિર્ભર બનાવવાની જ્યોત જગાવનાર સ્વ. ઓધવજીભાઈ. આર.પટેલની આગામી 18 ઓક્ટોબરના રોજ 11 મી પુણ્યતિથી હોય અને આ પુણ્ય તિથીને સેવાભાવના અને યાદગાર બનાવવા અલગ અલગ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ અને મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યા છે આ દિવસે અલગ અલગ સમાજ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ બ્લડ ડોનેશન અને મેડીકલ ચેકઅપ સહિતના અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યા છે.

આ આયોજનના ભાગરૂપે મુસ્લિમ ધર્મના આગેવાનો સંચાલિત માસુમ ચેરીટેબલ ટ્રસ્ટ પાટડી દ્વારા લાઈફકેર બ્લડ બેંક સુરેન્દ્રનગરના સહયોગથી તા 18 ઓગસ્ટના રોજ સવારે 10થી 5 દરમિયાન કડવા પાટીદાર હોલ પાટડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદની આમીના ખાતુન મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના સ્પેશ્ય્લીસ્ટ તબીબો, કાડિયોજીસ્ટ,જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક સહિતના તબીબો સેવા આપશે તેમ માસુમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પીરઝાદા જલાલુદીન એ સૈયદે જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW