HomeGujarat"વાલીઓ માટે ચેતવણી"હળવદમાં બાઈક રેસ વખતે થયો અકસ્માત સગીર નીચે પટકાતા ઈજાગ્રસ્ત

“વાલીઓ માટે ચેતવણી”હળવદમાં બાઈક રેસ વખતે થયો અકસ્માત સગીર નીચે પટકાતા ઈજાગ્રસ્ત

હળવદ શહેરમાં માતા પિતાને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર બાળકોને વાહન આપીને માતા-પિતા પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યા છે અને સગીર બાળકો શું કરી રહ્યા છે તે વિશેની પુરી જાણકારી રાખતા નથી અને આ બેદરકારી મોટું રૂપ ધારણ કરી શકે તેમ હોય છે.
જેમાં હળવદ શહેરમાં શાળા નંબર 4 તરફ જતા એક્ટીવા અને બાઈક સાથે સગીર બાળકોએ બાઇકની રેસ લગાવી હતી જેમાં શહેરની શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરતાં બાળકના એકટીવા સામે ભૂંડ આવી જતા તેની સાથે એકટીવા ચલાવી રહેલા સગીર બાળકનો અકસ્માત સર્જાયો હતો જો કે તેની સાથે બાઈક રેસ લગાવેલા સગીર બાળકો આ બાળકની સ્થિતિ જોતા ડરી ગયા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા જોકે ત્યાંથી પસાર થઈ રહેલા રીક્ષાચાલક ઇમરાનભાઈ તેમજ ફ્રેન્ડ્સ યુવા સેવા ગૃપના સદસ્યોને આ સમગ્ર ઘટના ધ્યાનમાં આવતા તેઓએ પોતાની રિક્ષામાં તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવ્યો હતો જોકે બાળકને માથામાં ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે 108 મારફતે હળવદથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો આમ સગીર બાળકોને વાહનો આપતા પહેલાં વાલીઓએ ચેતવણી રુપ બનાવ સામે આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW