HomeGujaratમોરબી શહેરમાં તહેવારના સમયે મુખ્ય માર્ગો અને બજારમાં ગંદકીના ગંજ,

મોરબી શહેરમાં તહેવારના સમયે મુખ્ય માર્ગો અને બજારમાં ગંદકીના ગંજ,

પીએમ આહવાન સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ તો થયું મચ્છુ નદીની સફાઈ તો શરૂ થઈ શહેરની ક્યારે  થશે?
મોરબીના સફાઈ અભિયાનના મસમોટા દાવા વચ્ચે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે સફાઈ પાછળ વર્ષે કરોડો રૂપિયા ખર્ચતી પાલિકા સફાઈ કામગીરીના નામે લાલિયાવાળી ચાલે છે. એક તરફ મચ્છુ નદીની સફાઈના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્થિતિ જે સે ઠે જેવી છે મચ્છુ નદીના પટમાં બે દિવસ જેસીબી ટ્રક ચાલ્યા બાદ હવે કામગીરી અટકી ગઈ હોય તેવા દ્ર્શ્ય સર્જાય છે બીજી તરફ તહેવારના સમયે મુખ્ય બજાર અને રોડ રસ્તા પર ગંદકીના ગંજ ખડકાયેલા છે.

મહાત્મા ગાંધીના જન્મ દિવસથી સમગ્ર દેશમાં પીએમ નરેન્દ્ર મોદીના આહવાન બાદ દેશભરમાં સ્વચ્છતા હિ સેવા  અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ પંચાયત દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે જોકે મોરબી શહેરમાં તો  સફાઈ અભિયાન માત્ર ફોટો અભીયાન જ બની ગયું હોય તેમ લાગે છે. તાજેતરમાં ગત ૨ ઓકટોબરમં શ્રમદાન કાર્યક્રમમાં સાંસદ થી લઇ જિલ્લાના અધિકારીઓએ સાવરણા પકડ્યા  ફોટો પડાવ્યા અને ભૂલી ગયા બાદ બાદમાં મચ્છુ નદી કિનારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં મચ્છુ નદીના પટમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જોકે આ અભિયાન પણ જાણે માત્ર ફોટો સેશન રહી ગયું છે તેમ માત્ર એક બે દિવસ મચ્છુ નદીના પટમાં જેસીબી એન ટ્રક ચાલ્યા બાદ ફરી સ્થિતિ એવી ને એવી થઈ ગઈ છે. મચ્છુ નદીના પટ્ટમાં કામગીરી અટકી ગઈ હોય તેવા દ્ર્શ્ય જોવા મળ્યા છે.

૧૫ ઓકટોબરથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રી બાદ તુરત દિવાળીનો માહોલ શરૂ થઈ જશે આવા સમયે લોકો ખરીદી માટે આવતા જતા હોય છે જોકે મોરબી શહેરમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે તે જોતાં  લોકોને બજારમાં આવવની ઈચ્છા થતી નથી.

વહીવટદાર શાસન લાગુ પડ્યા બાદથી જાણે  શહેર હાલ ધણી વિનાનું થઈ ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે મોરબી શહેરની  કારણ કે શહેરના શનાળા રોડ ,વાવડી રોડ, પંચાસર રોડ, વાઘપરા મેઈન રોડ, મહેન્દ્રપરા વિસ્તાર, જેલ રોડ, કોઝવે બ્રિજ,જૂના હાઉસિંગ બોર્ડ, નટરાજ ફાટક થી ભિમસર રોડ, કલેકટર કચેરી રોડ સહિતના મોટા ભાગ ના રોડની બન્ને સાઈડ ગંદકીના ગંજ ખડકાયેલા છે.આં. હજુ ઓછું હોય તેમ મુખ્ય બજાર નહેરુ ગેટ ચોક થી શાક માર્કેટના પાછળનો ભાગ, પરા બજાર વિસ્તાર, જૂના બસ સ્ટેશન, સહિતના તમામ વિસ્તાર ગંદકીના ગંજ ખડકાયા છે.પાલિકા સફાઈ અભિયાનના મસ મોટા દાવા કરતું હોવા છતાં સફાઈના નામે માત્ર ડિંડક ચાલતું હોય તેવી સ્થિતિ બની છે

આવી પરિસ્થિતિ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે  પાલિકાએ સફાઈ સાધનોના ડીઝલનો ખર્ચ તેમજ કર્મચારીઓ પગાર સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં સ્થિતિ દયનીય બની છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW