રાજ્ય સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નાયબ સેક્શન અધિકારી તેમજ નાયબ મામલતદાર વર્ગ 3 માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું અગામી 15 ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.દરેક જિલ્લા કક્ષાએ આ પરીક્ષા લેવાશે ત્યારે મોરબીમાં અલગ અલગ 12 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે જ્યાં કુલ 3220 ઉમેદવારો નોધાયા છે અને આ ઉમેદવારો પરીક્ષા આપશે મોટા ભાગના પરીક્ષા કેન્દ્ર માં ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા જરૂરી સુવિધા તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત વિવિધ કેન્દ્રમાં બ્લોક દીઠ એક સુપરવાઈઝર, કેન્દ્ર સંચાલક, રાજ્ય સરકારના વર્ગ 1 અને 2ના અધિકારી સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રમાં પીઆઈ પીએસઆઈ તસહિતનો પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાન સહિતના સ્ટાફનો પણ બંદોબસ્ત ફાળવવામાં આવશે
જિલ્લામાં 12 પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા.15 ને રવિવારના રોજ 11:00 વાગ્યાથી 1:00 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં આ પરીક્ષા એસ.વી.પી. કન્યા વિદ્યાલય, ડી. જે. પટેલ કન્યા વિદ્યાલય, ઓમ શાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવયુગ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકૂલ, શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, સેંટ મેરી સ્કૂલ, ધી વી.સી. ટેક. હાઈ સ્કૂલ, નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, ક્રિષ્ના સ્કૂલ મોરબી વગેરે પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવા તેમજ કોઈ સભા કરવા કે કોઈ સરઘસ નહી કાઢવા તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ તેમજ લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી તેમજ કોપિંગ સહિતની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

