મોરબીમાં જીએસટીની ટીમના અવાર નવાર અલગ અલગ સ્થળોએ દરોડો પડવાના સમાચાર મળતા હોય છે જોકે મોટા ભાગના દરોડા સિરામિક ફેક્ટરી કે અન્ય ઉધોગ ધંધામાં પડતા હોય છે જોકે આ વખતે મોરબીમાં એક નામાંકિત હોસ્પિટલમાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. ગાંધીધામની એક ટીમ વહેલી સવારે મોરબી આવી પહોચી હતી અને સ્થાનિક અધિકારીઓને તેમજ બે સરકારી કર્મચારીઓને સાથે રાખી શનાળા રોડથી અંદરના ભાગે આવેલી એપલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પહોચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન પહેલા હોસ્પીટલના તબીબ અને સ્ટાફના મોબાઈલ કબજે કર્યા હતા તેમજ કોમ્પ્યુટર અને તમામ દસ્તાવેજી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી.જીએસટીનું સર્ચ ઓપરેશન આખો દિવસ ચાલુ છે જોકે સર્ચ ઓપરેશન અંગેની સંપૂર્ણ માહિતી સામે આવી નથી.આ ઓપરેશન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ ચિત્ર સામે આવી શકે છે.
જોકે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ થોડા મહિના પહેલા જેએસટીની ટીમના એક અધિકારી અહી દર્દી બનીને આવ્યા હતા અને સમગ્ર હોસ્પિટલમાં ચાલતા વહીવટની ગુપ્ત માહિતી મેળવી હતી તેમજ માહિતીને વેરી ફાઈ કર્યા બાદ આજે ફૂલ પ્રૂફ પ્લાન બનાવી 4 જેટલા અધિકારી આવી પહોચ્યા હતા અને હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું