HomeGujaratમોરબીના બંધુનગર નજીક ટ્રક ટ્રેલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

મોરબીના બંધુનગર નજીક ટ્રક ટ્રેલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

ઉત્તરપ્રદેશના વતની અને  ઢુંવા ચોકડી નજીક રહી સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરતા અજયકુમાર ઘુરારામ રાજભર નામના યુવાન ગત તા.29  સપ્ટેમ્બરના રાત્રીના સમયે તેના જ ગામના સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર નિર્ભયકુમાર વિજેન્દ્રપ્રસાદ રાજભર સાથે માટેલ રોડ ઉપર આવેલ સીમોન્જા સીરામીક ફેક્ટરીથી ઘેર જતા હતા અને રસ્તામાં મકનસર તેમના સબંધીને મળી પરત ઢુંવા જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર નંબર GJ-36-T-9859 ના ચાલકે બંધુનગરના વીસ નાળા પાસે નિર્ભય કુમારના GJ-10-BH-387 નંબરના બાઇકને પાછળથી હડફેટે લઈ રોડ ઉપર ઢસડતા બન્નેને ઈજાઓ પહોંચી હતી જેમાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન નિર્ભયકુમારનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલ મોરબી પોલીસે અજયકુમાર ઘુરારામ રાજભરની ફરિયાદને આધારે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW