HomeGujaratમોરબીના શિવ સેવક ગ્રુપના યુવાઓ આશાપુરા જતા પદયાત્રીકો માટે સુરજબારી સેવા...

મોરબીના શિવ સેવક ગ્રુપના યુવાઓ આશાપુરા જતા પદયાત્રીકો માટે સુરજબારી સેવા કેમ્પ કરશે

મોરબીમાં શિવ સેવક ગ્રુપ(રવાપર રોડ)ના સેવકો દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 6/10/23 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શીવ સેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. શીવ સેવક ગ્રુપ 2012 થી કેમ્પનું આયોજન કરે છે.આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર લગાવામાં આવે છે.

આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે.તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે.આ કેમ્પ 24 કલાક ચાલુ હોય છે.આ કેમ્પમાં રોજ અંદાજે 1500 લોકો પ્રસાદનો લાભ લે છે. આ કેમ્પમા સિક્યુરીટી ના હેતુથી cctv કેમેરા મુકવામાં પણ આવે છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW