જિલ્લાનો કુલ 100 ટકા વરસાદ માળિયા અને વાંકાનેર તાલુકા 80 ટકા જ વરસાદ
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ્ટ સર્જાઈ તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું જોકે સપ્ટેમ્બર મહિનામાં પાછોતર થયેલા વરસાદે વરસાદની ઘટ મહદ અંશે ઓછી કરી દીધી છે અને સપ્ટેબર માસના વરસાદ સાથે જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશ જોતા સીઝનનો 100 ટકા વરસાદ નોધાઇ ગયો છે. હવે ધીમે ધીમે ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. રાજસ્થાનમાં ચોમાસાની વિદાય શરુ થઇ જતા હવે ગુજરાતમાં પણ તેનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં સતાવાર રીતે ચોમાસું પૂર્ણ થવાની જાહેરાત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે
મોરબી જિલ્લાની વાત કરીએ તો ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી સામાન્ય જોકે તાલુકા મુજબ જોઈએ તો સ્થિતિ બે તાલુકા એવા છે જ્યાં સીઝનનો 80 ટકા આસપાસ વરસાદ નોધાયો છે આ બે તાલુકામાં એક માળિયા મિયાણા તાલુકો છે જેમાં 16 ઇંચ વરસાદ નોધાયો છે. તો વાકાનેરમાં પણ માત્ર 18 ઇંચ વરસાદ નોધાયો છે તો બીજા તાલુકામાં 100થી 125 ટકા વરસાદ નોધાયો હતો. મોરબી તાલુકાની વાત કરીએ તો 26 ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ 108 ટકા વરસાદ નોધાયો હતો તો 26 ઇંચ સાથે ટંકારામાં 102 ટકા જયારે 24 ઇંચ સાથે 124 ટકા વરસાદ નોધાયો હતો.
મોરબી જીલ્લામાં પાછોતરા વરસાદથી જિલ્લાના વિવિધ ડેમમાં પાણીની સારી એવી આવક થઇ હતી જેના કારણે મોટાભાગના ડેમ ભરાઈ ગયા હતા મચ્છુ ૩ , ઘોડાધ્રોઈ ડેમ હળવદના બ્રાહ્મણી ડેમ સહિતના ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવું પડ્યું હતું. મોટા ભાગના ડેમમાં છેલ્લા વરસાદથી ડેમમાં થયેલ પાણીની આવકથી
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન એકધારો વરસાદ પડ્યો ન હતો, બીપરજોયના કારણે આગોતરા વરસાદને કારણે મોરબી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વાવણી થઇ ગઈ હતી બાદમાં જૂન મહિનાના અંતિમ સપ્તાહથી ચોમાસાનો વરસાદ થયો અને જુલાઈ મહિનામાં પણ વરસ્યો હતો જેના કારણે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાવવાથી શરુઆતમાં જ અનેક ગામમાંથી વાવણી નિષ્ફળ જવાની ફરિયાદો ઉઠી હતી ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેચાતા ફરી એકવાર ખેડૂતોમાંથી પિયત વાંકે છોડનો વિકાસ રૂંધાઇ ગયો હતો ખેડૂતોએ તેના પાક બચાવવા એન કેન પ્રયાસ કર્યો હતા. નિષ્ફળ ગયા હોવાની ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા દોઢ મહિનાની લાંબી રાહ જોવડાવ્યા બાદ અંતે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોને સંપૂર્ણ પણે થતું નુકશાન થોડામાં અટકી ગયું હતું. છેલ્લા બેએક સપ્તાહથી વરસાદના વિરામ બાદ હવે રાજ્યમાં ચોમાસાની વિદાયને ગણતરીના દિવસ બાકી છે.

