મોરબી શહેરમાં વહેલી સવારે ગેસ્ટહાઉસ રોડ તરફથી બેઠા પુલ તરફ જઈ રહેલી જીજે ૦૩ બીએ ૧૧૩૦ નંબરની એક અલ્ટો કારના બોનેટ ના ભાગે અચાનક સળગી ઉઠી હતી. જોતજોતામાં આખે આખી કાર તેની લપેટમાં આવી જતા વ્હેલી સવારે કામ ધંધે જઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ ફાયર વિભાગની ટીમને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો ઘટના સમયે કારમા સવાર ચાલકે સાવધાની દાખવી બહાર નીકળી જતા કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી

