મોરબીના કાલીકા પ્લોટમાં રહેતા યુવકે પક્ષઘાતની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ મા રહેતા રમણભાઈ અશોકભાઈ ચુહાર નામના 20 વર્ષના યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં નોધ કરાવી હતી કે અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર નામના 45 વર્ષના યુવાન બે વર્ષથી બીમારીથી પીડાતા હોય અને દવા ઉપર જીવન જીવતા હોય જેઓ કંટાળી જતા પોતાની જાતને પોતાના ઘરે છતના ભાગે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

