HomeGujaratમોરબીના ઘૂંટુમાં અવાર નવાર વીજળી ગુલ થતાં ગ્રામજનો થયા બેહાલ 

મોરબીના ઘૂંટુમાં અવાર નવાર વીજળી ગુલ થતાં ગ્રામજનો થયા બેહાલ 

સબ ડિવિઝનમાં અનેક રજુઆત છતાં કોઈ સાંભળતું ન હોવાનો દાવોમોરબીના જુના ઘુંટુ ગામે સતત વીજ ધાંધિયાથી ગામલોકો હેરાન પરેશાન થઈ ગયા છે અનેક રજુઆત કરવા છતાં વીજ તંત્ર ધ્યાન ન આપતા ગામલોકોમાં રોષ વ્યાપી ગયો છે.મોરબીના જુના ઘુંટુ ગામના રહીશોએ જણાવ્યું હતું કે, જુના ઘુંટુ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વીજળી ગુલ થયા કરે છે. વારંવાર લાઈટ ગુલ થઈ જતા ગામલોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. હાલ ભાદરવાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે લાઈટ હોવા છતાં પણ ઘણા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે. ત્યારે આ ગામમાં સતત વીજળી ગુલ થઈ જતી હોવાથી ઘરમાં રહી શકાતું નથી. એટલે ગામલોકોને ભારે મુશ્કેલી પડતી હોવાથી વિજતંત્ર આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW