મોરબીમાં આજથી અગિયાર મહિના પહેલાં ૩૦ ઓકટોબરની સંધ્યા સમયે મોરબીની શાન સમાન ઐતિહાસિક ઝૂલતો પૂલ તુટયો હતો અને ૩૦૦ લોકોથી ચિક્કાર ભરેલા આં પુલ પરથી નાના બાળકોથી લઈ યુવાનો તમામ પાણીમાં પડ્યા હતા અને ૧૩૫ બાળકો મોતને ભેટ્યા હતા.આં ઘટના બાદ દેશ ભરમાં થી લોકો મૃતકોના પરિવાર માટે જરૂરી સહાય આપવા અને આશ્વાસન આપવા આવ્યા હતા ત્યારે મોરારિબાપુ પણ મોરબી આવી મૃતકના પરીવારને મળી સાંત્વના પાઠવી હતી અને સાથે સાથે ઘટનામાં મૃત્યુ પામેલા દિવાંગતોના આત્માની શાંતિ માટે રામ કથા કરવાનો વિચાર રજુ કર્યો હતો જે બાદ વાવડી ખાતે આવેલા કબીર ધામ ના સાનિધ્યમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે તમામ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને શનિવારે સાંજે પોથીયાત્રા નીકળશે આં પોથીયાત્રા રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયાના નિવાસ સ્થાન થી નીકળશે અને મોરબીના મુખ્ય માર્ગો પરથી નીકળી વાવડી નજીક કથાના સ્થળે પહોંચશે .તેમજ રવિવાર થી મોરારી બાપુની રામ કથાનો પ્રારંભ કરશે ૧ ઓકટોબર થી ૬ ઓકટોબર સુધી યોજાનાર આં કથામાં દેશભરમાંથી સાધુ સંતો,રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિતના આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તેઓ આં કથામાં સામેલ થાય તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી છે.