હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલી લેમીનેટ ફેક્ટરીમાં કેમિકલ લીક થતા દાઝી ગયેલા યુવાનનું મોત નીપજ્યું છે. વેલવિન લેમીનેટ એલ.એલ.પી. ફેકટરીમાં કામ કરતા બલવાનસિંહ જીવનસિંહ દેવડા અને ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા નામના શ્રમિક તારીખ 25ના રોજ વેસલ વિભાગમાં કેમિકલ પાઈપલાઈન દ્વારા મોટરથી ચડાવતા હતા. જોકે પાઈપ લીકેજ થતા બન્ને શ્રમિકો દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભવાનસિંહની તબીયત સારી થઇ ગઈ હતી. જોકે બલવાનસિંહને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા હતા. જોકે રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

