મોરબી જિલ્લાના છેવાડા તાલુકા માળીયા તાલુકાનું છેવાડાનું ગામ બોડકી ગામમાં અવારનવાર વીજ પુરવઠો અનિયમિત મળતો હોવાની ફરિયાદ મળે છે પીજીવીસીએલ દ્વારા મેન્ટેન્સના નામે વીજ પુરવઠો બંધ કરી દીધા બાદ કલાકો સુધી લાઈટ આવતી નથી તો ક્પીયારે રાત્રીના સમયે પણ લાઈટ બંધ થઇ જાય છે અને ફરિયાદ નંબર પરપર ફોન કરે તો બંધ આવતો હોવાની ફરિયાદ ઉઠી છે આ ગામ પીપળીયા સબ ડીવી માંથી વિજ પુરવઠો આપવામાં આવે છે અને છેલ્લા અઠવાડિયા દિવસ અને રાત્રી દરમ્યાન અનિયમિત લાઈટ આવી રાહ્યી છે. પાંચ મિનિટ હોઈ અને કલાકો સુધી વીજ કાપ આવી રહ્યો છે જેના લીધે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પીપળીયા સબ ડીવીમી કમ્પ્લેન નંબર+919687633726 પર કોલ કરવામાં આવે તો ગોળ ગોળ જવાબો આપવામાં આવે અથવા કમ્પ્લેન નંબર ને બંધ કરી દેવામાં આવે છે અવાર નવાર ગામમાં વીજળી જવાની સમસ્યાથી ગ્રામજનોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે

