મોરબી નગરપાલિકા વિસ્તારની વિવિધ મિલકતો પર પાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતા એડવાન્સ હાઉસ ટેક્સ પર હાલ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે જેને લઇ અનેક મિલકત ધારકો એડવાન્સ ટેક્સ ભરવા આવી રહ્યા છે છેલ્લા ૬ મહિનાથી સરકાર દ્વારા એડવાન્સ ટેક્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જોકે હવે આં રીબેટ યોજનાને માત્ર છેલ્લું સપ્તાહ બાકી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં આસામીઓ વેરો ભરવા આવી રહ્યા છે ત્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતા વેરો ભરવા આવેલા આસામીઓને કલાકો સુધી લાઈનમાં રહેવાની ફરજ પડી હતી.
મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સહીતના એક તરફ પાલિકાની તિજોરી ખાલી હોવાના ગાણા ગાઈ વિકાસ કામને બ્રેક મારી દીધી છે લોકો પાસે વેરો ભરી પાલિકાની તિજોરી ભરવા અપીલ કરી રહ્યા છે લોકો પણ વેરો ભરવાને પોતાની જવાબદારી સમજી પાલિકા સુધી આવી રહ્યા છે પરંતુ સર્વર સપોર્ટ ન કરતા લોકોને કલાકો સુધી લાઈનમાં રહેવું પડે છે જેના કારણે કેટલાક આસામીઓ વેરો ભરવાનું માંડી વાળે છે અને ધક્કા ખાઈ પાછા વળી રહ્યા છે.

