HomeGujaratમોરબી પાલિકાની આંખે ધોળાદિવસે અંધારું, 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટમાં ટાઈમર...

મોરબી પાલિકાની આંખે ધોળાદિવસે અંધારું, 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટમાં ટાઈમર મુકવાનો સમય નથી

સૌરાષ્ટ્રની મોટી નગરપાલિકાઓ પૈકીની એક એવી મોરબી નગરપાલિકા તેના અણધડ વહીવટના કારણે સુવિધા કરતા દુવિધા વધુ જાણીતી છે શહેરની રોડ રસ્તા સફાઈ એન લાઈટ સહીતની તમામ જરૂરિયાત પૂર્ણ કરવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે એક તરફ પાલિકાના અનેક વોર્ડ વિસ્તાર ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ન પહોચાડી શકતી પાલિકા હાલ જ્યાં સ્ટ્રીટલાઈટ ફીટ કરી છે તેમાં ટાઈમર લગાવવામાં નથી આવ્યા જેના કારણે શહેર મોટા ભાગના વિસ્તારમાં લાઈટ પણ સમયસર ચાલુ બંધ થતી નથી તો જે લાઈટ ચાલુ રહે છે તે બંધ ન થતા પાલિકા પર આર્થિક બોજો આવી રહ્યો છે


મોરબીના મોટા ભાગના જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં શેરીએ શેરીએ વર્ષોથી રાત દિવસ ચોવીસ કલાક મોંઘી મોંઘી સ્ટ્રીટ લાઈટો સતત ચાલુ રહે છે,જેના કારણે લાખો રૂપિયાની વિજળીનો વેડફાળ થાય છે,લાઈટો સતત ચાલુ રહેતી હોવાના કારણે ખુબ જ મોંઘી કિંમતની એલ. ઈ. ડી.લાઈટ પણ ખરાબ થઈ જાય છે,એકબાજુ અનેક સોસાયટીઓમાં એલ.ઈ.ડી. લેમ્પના અભાવે રાત્રે અંધારપટ જોવા મળે છે,બીજીબાજુ ધોળા દિવસે દીવડા ઝગમગી રહયા છે જેના અખબારી અહેવાલો અનેક વખત પ્રકાશિત થયેલ હોવા છતાં નગરપાલિકાના આંધળા,બહેરા અને મુંગા તંત્રને કોઈ જ અસર નથી હોય એમ વર્ષોથી વીજળીના વેડફાળનો પ્રશ્ન હલ થયેલ નથી એ ખુબજ ગંભીર બાબત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW