HomeGujaratમોરબી જિલ્લામાં વરસાદથી ડેમમાં નીરની આવક 2 ડેમ 70 ટકા...

મોરબી જિલ્લામાં વરસાદથી ડેમમાં નીરની આવક 2 ડેમ 70 ટકા ભરાયા,મચ્છુ૩ ડેમ1 દરવાજો 1 ફૂટ ખોલાયો

મોરબી સહીત રાજ્યભરમાં મેઘરાજાનો હેત અવિરતપણે વરસી રહ્યો છે. જીલ્લામાં સોમવારે સાવત્રિક એકથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્ય બાદ મંગળવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની વાત કરીએ તો સવારે ૬ થી લઇ 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં મોરબીમાં 55 મીમી,માળિયા મિયાણામાં 48મીમી,ટંકારામાં 42 મીમી,વાંકાનેરમાં 26મીમી તેમજ હળવદમાં 31 મીમી સુધી વરસાદ વરસી ગયો હતો.

મોરબી જીલ્લામાં બે દિવસ થી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના તમામ નાના મોટા જળાશયમાં નવા નીરની આવક થઇ હતી તો તળાવો અને વોકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. વમોરબી જીલ્લામાંc છેલ્લા બે દિવસથી થયેલા વરસાદથી જિલ્લાના તમામ ડેમમાં સારી એવી આવક થઇ હતી 10 ડેમમાંથી 2 ડેમમાં 70 ટકા જયારે એક ડેમમાં 90 ટકાથી વધુ પાણી ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે

મોરબી જિલ્લાનો સૌથી મોટા એવા મચ્છુ ડેમ હાલ 70 ટકાસુધી ભરાઈ ગયો છે અને ડેમમાં હજુ 22 74 કયુસેક પાણીની આવક ચાલુ હોવાથી તેમજ હવામાન વિભાગના વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે અને મચ્છુ 2 ડેમના નીચાણમાં આવતા મોરબી શહેર તેમજ જોધપર ભડિયાદ,અમરેલી, ધરમપુર ગોર ખીજડીયા ગુંગણ,જુના સાદુળકા, લીલાપર,નારણકા નવા સાદુળકા,રવાપર નદી, ટીંબડી ,માનસર, વનાળીયા વજેપર માળિયા,બહાદુર ગઢ ,દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ,મહેન્દ્રગઢ, મેઘપર, નવા નાગડાવાસ સહિતના 32 ગામને એલર્ટ કર્યા હતા

બીજી તરફ મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી લગભગ ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોધાવવાના કારણે મચ્છુ3 ડેમની કુલ સપાટી 28.57 મીટરની પૂર્ણ સપાટી સુધી પાણી નું લેવલ થઈ જતા ડેમ તેની નિર્ધારિત લેવલે 100 ટકા ભરાઈ જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી જેના કારણે 1 દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને 939 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું

આ ઉપરાંત મોરબીના ઝીકીયારી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાં પણ પાણીની સારી ૨૪૭૭ કયુસેક ઉપરવાસ અને 300 કયુસેક નર્મદાના પાણીની આવક થતા ઘોડાધ્રોઈ ડેમમાં પણ પાણીની આવક થવાથી તેની સપાટી 100 ટકા ભરાઈ જતા ૨ દરવાજા ખોલી ૩ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW