HomeGujaratમોરબીના ભરતનગર પીએચસીમાં સફાઈ અભિયાન હાથ ધરી 

મોરબીના ભરતનગર પીએચસીમાં સફાઈ અભિયાન હાથ ધરી 

મોરબી ના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એના પેટા આરોગ્ય કેન્દ્રમાં  સ્વચ્છતા પખવાડિયા  અતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું  સાથે સાથે  લોકોને આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી લેવા અપીલ કરવામાં આવી હતી 
ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તેમણે પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી વહેલી તકે આ બંને કાર્ડ કઢાવી લે તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. ડી.એસ. પાંચોટિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW