મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામાં વધુ એક કિસ્સો ટંકારા તાલુકામાં લવ જેહાદનો કિસ્સો નોંધાયો હતો.લવ જેહાદનો ભોગ બનેલી યુવતીના પિતાએ પીએસઆઇને તાજેતરમાં જ લેખિત અરજી કરી જણાવ્યું હતું કે ટંકારામાં રહેતા વિધર્મી વસીમ ખલીફા નામનો મુસ્લિમ ઈસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તાજેતરમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જે અરજદારની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે અને ધર્મ પરિવર્તન કરાવી દેશે તેવી દહેસત વ્યક્ત કરી હતી.આ સાથે હિન્દુ સંગઠન દ્વારા ટંકારા બંધનું એલાન આપતા પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક ડીવાયએસપી દ્વારા ટંકારા પોલીસ સ્ટેશને હિંદુ સંગઠન સાથે બેઠક યોજી અને યુવતીને પરત લાવવા બાહેધારી આપતા હાલ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું