HomeGujaratહળવદમાં સગીરા બની કુંવારી માતા: સગાઇ બાદ ભાવી પતિ સાથે સંબંધ બંધાયા...

હળવદમાં સગીરા બની કુંવારી માતા: સગાઇ બાદ ભાવી પતિ સાથે સંબંધ બંધાયા હતા,સગાઈ તુટતા પોલીસ ફરિયાદ

હળવદ શહેરના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીએ બે દિવસ પૂર્વે કુંવારી માતા બનતા ચકચાર મચી ગઈ હતી સગીરાની સામાજિક રીતી રીવાજ મુજબ એક યુવક સાથે સગાઇ થઇ હતી. સગીરા અને તેના ભાઈની સામે પક્ષે સામા સામી સગાઈ થઇ હતી સગાઇ દરમિયાન સગીરા અને તેના ભાવી પતિ સાથે શારીરિક સંબંધ રાખતા સગીરા ગર્ભવતી બની હતી આ દરમિયાન કોઈ કારણસર બન્ને ભાઈ બહેનની સગાઇ તૂટી ગઈ હતી. જોકે સગીરા ગર્ભવતી થઈ હતી અને ગત 15 મી ના રોજ પ્રસુતિની પીડા ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી બનાવ બાદ સગીરાના પરિવારે તેના ભાવી પતિ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી

સમાજમાં હાલ દીકરાની સરખામણીમાં દીકરી સંખ્યા ઓછી હોવાથી દીકરીના બદલામાં દીકરીના લગ્ન કરવાનો કુરિવાજ ચાલી રહ્યો છે આવા કુરીવાજના કારણે દીકરીઓની હાલત કફોડી બની જતી હોય છે કેટલાક સંજોગોમાં એક દંપતી વચ્ચે સુમેળ હોય અને બીજા વચ્ચે કોઈ કારણસર સુમેળ ન હોય તો બન્ને તરફ સંબંધ બગડતા હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે ત્યારેં આ કેસમાં તો સગીરા કુંવારી માતા બનતા હવે દીકરીની હાલત કફોળી બની ગઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW