Monday, April 15, 2024
HomeGujaratઅદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકે માન્યતા મળી

અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકે માન્યતા મળી

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના પવન ઉર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 MW વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)ને WindGuard GmBH તરફથી ભારતનાં સૌથી મોટા વિન્ડ ટર્બાઇન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અદાણી વિન્ડને વૈશ્વિક બજારો માટે ઉર્જા ઉત્પાદન કરવા વધુ સક્ષમ બનાવે છે. રિન્યુએબલ એનર્જી એપ્લીકેશન્સ (IECRE) માં વપરાતા ઈક્વીપમેન્ટસને પ્રમાણિત કરતી IEC સિસ્ટમનું પ્રમાણપત્ર અદાણી વિન્ડ 5.2 MW WTGની ઉચ્ચ ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતીના ધોરણો અનુસરતા હોવાની માન્યતા પ્રદાન કરે છે.
આ પ્રમાણપત્ર અદાણી WTGની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત IEC 61400 શ્રેણીના ધોરણો અને ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન માટેના નિયમો સાથે સુસંગતતાને સ્વીકારે છે. વિન્ડગાર્ડે WTG પ્રોટોટાઇપનું પરીક્ષણ ગુજરાતના મુંદ્રા ખાતે તેના ઇન્સ્ટોલેશનના સ્થળે કર્યું હતું.
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, “ટાઈપ સર્ટિફિકેટ લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE)ને ઘટાડવા માટે બનાવવામાં આવેલ અમારા 5.2 MW WTG પ્લેટફોર્મની ગુણવત્તા અને મજબૂતઈને પુનઃપુષ્ટ કરે છે. આ પ્રમાણપત્ર ભારતને રિન્યુએબલ ઈક્વીપમેન્ટસના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના અમારા પ્રયાસને પ્રોત્સાહન આપે છે. કાર્યક્ષમ અર્થતંત્ર અને સ્થિતિસ્થાપક ગ્લોબલ સપ્લાય ચેઈન ધરાવતું ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમે ભારતમાં બનેલી ઉચ્ચ-ઉપજવાળી નેક્સ્ટ જનરેશન વિન્ડ ટર્બાઇન્સનો પોર્ટફોલિયો બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વૈશ્વિક પવન ઉર્જાની માંગને પહોંચી વળવા માટે સારી રીતે તૈયાર છીએ.”
અદાણી વિન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “આ પ્રમાણપત્ર પવન ઉર્જા પ્લાન્ટના ઉચ્ચ વાર્ષિક ઉર્જા ઉત્પાદન (AEP)ને સક્ષમ કરવા અને ગ્રાહકો માટે નફાકારકતા વધારવાના અમારા R&D પ્રયાસોનું પ્રમાણપત્ર છે. અમે અમારી ટીમની પ્રતિબદ્ધતા તેમજ તમામ માટે સસ્તો, ભરોસાપાત્ર અને ટકાઉ પાવર ફોર ઓલ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માનીએ છીએ.”
અદાણી વિન્ડની 5.2 મેગાવોટની વિન્ડ ટર્બાઇન 20,106 ચોરસ મીટરના સ્વીપ વિસ્તાર અને 200 મીટરની ટોચની ઊંચાઈ સાથે 160 મીટરના રોટર વ્યાસ ધરાવે છે, જે તેને વિશ્વની સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન બનાવે છે. 5.2 MW WTG અદાણી વિન્ડને W2E વિન્ડ ટુ એનર્જી GmbH, જર્મનીના સહયોગથી વિકસાવવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
40,161FollowersFollow
1,180SubscribersSubscribe

TRENDING NOW